સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદ : મધુબન ડેમના દસ દરવાજા ખોલી 94 હજાર કયુસેક પાણી છોડાયું

સુરત તા. 15 : હવામાન ખાતાએ કરેલી ભારે વરસાદની આગાહી મુજબ આજે સુરત- શહેર સહિત જિલ્લમાં આજે ધીમી ધારે વરસાદની શરૂઆત થઇ છે. તો દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લા અને સંઘપ્રદેશ દાદરાનગર હવેલીમાં બે દિવસથી સતત વરસાદ ચાલુ રહેવા પામ્યો છે. વલસાડના ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે મધુબન ડેમમાં પાણીની આવક વધતાં ડેમના 10 દરવાજા 3 મીટર જેટલા ખોલવામાં આવ્યા છે. જેથી 1.30 લાખ કયુસેક તેમજ આજે ઘટાડીને 97 હજાર કયુસેક સાંજે 87 હજાર કયુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. આજે સાંજે 6 કલાકે મધુબન ડેમની સપાટી 71.70 મીટર હોવાનું જાણવા મળે છે. જેના કારણે વલસાડ જિલ્લાના નીચાણવાળા 18 જેટલા ગામોને આ પાણીની અસર થતા વલસાડ કલેકટર દ્વારા એનડીઆરએફની ટીમની માગણી કરવામાં આવતા આજે એનડીઆરએફની ટીમ આજે સવારે આવી જતા વલસાડ કલેકટર સાથે એનડીઆરએફની ટીમ મદદે લાગી ગઇ હોવાનું જાણવા મળે છે.

વલસાડ ફલંડ કન્ટ્રોલ દ્વારા મળતી માહિતી મુજબ આજે સવારથી વલસાડ જિલ્લામાં વરસાદ ધીમો પડયો હોવાના અહેવાલ સાપંડી રહ્યા છે. આજે સવારે 6 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધીમાંપારડીમાં 15, વાપીમં 34, ઉમરગામમાં 24, ધરમપુરમાં 20, કપરાડામાં 47 મીમી જેટલો વરસાદ પડયો છે.

દાદરા નગર હવેલી, સેલવાસની દમણગંગા નદીમાં પણ પુર જેવી પરિસ્થિતિ સર્જાતાં વન ધારા ગાર્ડન અને નક્ષત્ર વનને બંધ કરી દેવાયો છે. તો ડેમમાંથી છોડવામાં આવેલા પાણીને કારણે 18 ગામોને જે એલર્ટ કરવામાં આવ્યા છે. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer