રાષ્ટ્રપતિ ચૂંટણી : ઉમેદવારી તરીકે મારું નામ હોવાના અહેવાલો અફવા : સ્વરાજ

નવી દિલ્હી, તા. 17:  વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે રાષ્ટ્રપતિપદની ચૂંટણીના તેઓ દાવેદાર હોવાના અહેવાલોને અફવા ગણાવી નકારી દીધા હતા. સરકાર કે વિપક્ષો -બેમાંથી કોઈ બાજુએ, દેશના સૌપ્રથમ નાગરિકની ચૂંટણી માટેના પોંતાના ઉમેદવાર જાહેર કર્યા નથી છતાં સ્વરાજ સહિત કેટલાકનાં નામ ઉમેદવાર તરીકે ઉછાળાઈ રહ્યા છે. આ ચૂંટણીના ઉમેદવાર તરીકે તો તમારું નામ પણ બોલાઈ રહ્યું છે તેવા સવાલના જવાબમાં સ્વરાજે ટકોર કરી હતી કે હું એક્ષ્ટર્નલ અફેર્સ -વિદેશ- ખાતાની મંત્રી છું અને તમે મને ઈન્ટરનલ બાબત પૂછી રહ્યા છો. (આગામી તા. 17 જુલાઈએ થનારી આ ચૂંટણી માટેના નામાંકનપત્ર ભરવાની છેલ્લી તારીખ 28 જૂન અને પાછું ખેઁચવાની છેલ્લી તારીખ 1 જુલાઈ છે) 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer