દાર્જીલિંગમાં ફરીથી હિંસાનો દાવાનળ : એક સુરક્ષાકર્મીનું મૃત્યુ

દાર્જીલીંગ,તા.17 (પીટીઆઈ) : દાર્જીલીંગમાં ભડકેલી હિંસાની આગમાં આજે છઠ્ઠા દિવસે પણ બંધનાં એલાન વચ્ચે ગોરખા જનમુક્તિ મોરચા (જીજેએમ)નાં સમર્થકો અને પોલીસ વચ્ચે જોરદાર અથડામણો સર્જાઈ હતી. જેમાં દેખાવકારોએ સુરક્ષાકર્મીઓ ઉપર પથ્થર અને બોટલમારો ચલાવ્યો હતો. તોફાની ટોળાઓને વિખેરવા માટે લાઠીચાર્જ અને અશ્રંyવાયુનો પ્રયોગ પણ કરવામાં આવ્યો હતો. જો કે આ ઘર્ષણમાં ઈન્ડિયન રિઝર્વ બટાલિયન (આઈઆરબી)નાં એક આસિસ્ટન્ટ કમાન્ડરનું મૃત્યુ થયું છે. પશ્ચિમબંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનરજીએ આજનાં બંધ પાછળ ષડયંત્રનો આક્ષેપ કર્યો હતો અને પહાડીઓમાં શાંતિ સ્થાપિત કરવાં માટે તેમની સરકારે એક સમિતિની રચના કરી હોવાનું જણાવ્યું હતું. દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહે પણ દાર્જીલીંગની પરિસ્થિતિની સમીક્ષા કરી હતી અને શાંતિ બહાલ કરવાં માટે વધુ દળો રવાના કરાવ્યા હતાં.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer