આઇએસની ધમકીના કલાકોમાં જ આગ્રામાં બે સંદિગ્ધ ધડાકા
નવી દિલ્હી, તા. 18 : ઈસ્લામિક સ્ટેટ સમર્થક જૂથ દ્વારા તાજમહલ પર આત્મઘાતી હુમલાની ધમકી આપ્યાના થોડા દિવસોમાં જ આગ્રા ગત શુક્રવાર રાતની અને શનિવાર સવારની ત્રણ સંદિગ્ધ ત્રાસવાદી હુમલાની ઘટનાઓથી ધ્રૂજી ઊઠયું હતું. જો કે, સત્તાવાળાઓએ તાત્કાલિક સુરક્ષાના સજ્જડ બનાવના પગલાં લીધાં હતાં. જો કે, આ ધડાકાઓમાં કોઇને ઇજાના હેવાલ નથી.

આગ્રા શહેરમાં જ બે ધડાકા થયા હતા, એક ધડાકો રેલવે સ્ટેશન અને બાકીના બે નાના વિસ્ફોટ આગ્રા કેન્ટોન્મેન્ટ રેલવે મથકનાં છાપરાં પર થયા હતા. શુક્રવારે રાત્રે દિલ્હી જતી એક ટ્રેનને ભંડાઈ રેલવે સ્ટેશન નજીક એક ટ્રેક પર ધ્રુજારીનો અનુભવ થયો હતો. જેમાં મોટી દુર્ઘટના ટળી ગઈ હતી. ટ્રેક પર બોંબ ફેંકવામાં આવતાં ધ્રુજારો થયો હતો, પરંતુ રેલવેના અધિકારીઓ તુરંત સ્થળ પર પહોંચી જતાં જણાયું હતું કે, વધુ મોટો ધડાકો હોત તો ટ્રેન ખડી પડી હોત. આંદામાન એકસપ્રેસ આ ટ્રેક પરથી પસાર થવાની હતી, પણ જો તે બહુ ઝડપી હોત તો ટ્રેન ખડી પડતાં મોટી દુર્ઘટના થઈ હોત.