ટ્રમ્પ ઇફેકટ: અમેરિકા અભ્યાસ માટે જતાં વિદ્યાર્થીઓની અરજીમાં ઘટાડો
વોશિગ્ટન, તા. 18: અમેરિકાની યુનિવર્સિટીઓમાં જુદા જુદા પ્રોગ્રામમાં પ્રવેશ મેળવી લેવા માટે ઇચ્છુક વિદેશી આવેદકોની સંખ્યામાં આ વર્ષે ભારે ઘટાડો નોંધાયો છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની કઠોર નીતિના કારણે આ પ્રવાહ જોવા મળી રહ્યો છે. અમેરિકન એસોસિએશન ઓફ કોલેજિએસટ રજિસ્ટર્સના કહેવા મુજબ જુદી જુદી કોલેજોમાં વિદેશી વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી રહેલી અરજીમાં આશરે 40 ટકા સુધીનો ઘટાડો થયો છે. સૌથી ઓછા અરજીદાર પશ્ચિમ એશિયામાંથી નોંધાયા છે. કેટલાક અધિકારી કહી રહ્યા છે કે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ઇમિગ્રેશન નીતિના કારણે વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો થઇ રહ્યો છે. બુધવારના દિવસે ટ્રમ્પના સુધારા ટ્રેવલ ઓર્ડર પર પ્રતિબંધ મુકનાર હવાઇના જજે કહ્યુ છે કે આ આદેશથી દેશની યુનિવર્સિટી સિસ્ટમને વધારે આર્થિક નુકસાન થશે.