દોઢ કરોડ લૂંટ કેસમાં સાતારાથી ત્રણ આરોપી ઝડપાયા
દોઢ કરોડ લૂંટ કેસમાં સાતારાથી ત્રણ આરોપી ઝડપાયા સાતારા, તા. 18 : મુંબઈના ધારાવીમાં એટીએમ કેશ વાન લૂંટની ઘટનાના બીજા દિવસે જ સાતારા જિલ્લામાં આણેવાડી ટોલનાકા પરથી ત્રણ જણાની ધરપકડ કરી તેમની પાસેથી રૂા. 15.40 લાખની રોકડ હસ્તગત કરાઈ હતી. સુરેશકુમાર પાંડુરંગમ, અરૂમુગમ સુબ્રમણ્યન શેરવે અને કમલા નાગરાજ દેવેન્દ્રની ધરપકડ થઈ છે.

જોકે, આ ઘટનામાં હજી નવ જણા સામેલ હોવાની ખબર હોઈ તેમને પકડવા સીઆઈડીની ટીમ મુંબઈથી રાત્રે જ બેંગલુરુ જવા રવાના થઈ હતી. લૂંટમાંના તમામ આરોપી તામિલનાડુના હોવાની બાતમી પોલીસને મળી હોઈ તેમાં એક મહિલા પણ છે.

ધારાવીમાં ગત ગુરુવારે સ્ટેટ બૅન્ક અૉફ ઇન્ડિયાના એટીએમમાંથી કેશ લૂંટાવાથી ખળભળાટ મચી ગયો હતો. સીસીટીવી કેમેરાના ફૂટેજમાં બે યુવાનો અંદાજે દોઢ કરોડ રૂપિયા ભરેલી પેટી લઈ જતાં દેખાય છે.