દુબઈ ચેમ્બર અૉફ કૉમર્સની મુંબઈમાં અૉફિસ શરૂ થશે
દુબઈ ચેમ્બર અૉફ કૉમર્સની મુંબઈમાં અૉફિસ શરૂ થશે મુંબઈ, તા. 18 : ધી દુબઈ ચેમ્બર ઓફ કૉમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી વર્ષાન્તે ભારતમાંનું તેનું સર્વપ્રથમ કાર્યાલય મુંબઈમાં શરૂ કરવા વિચારી રહી છે.

આ સંદર્ભમાં દુબઈ ચેમ્બરના પ્રમુખ એચ.ઈ. મજિદ સૈફ અલ ઘુરૈરની અધ્યક્ષતા હેઠળનું એક શિષ્ટમંડળ તાજેતરમાં મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને મળ્યું હતું. બેઠકમાં ભારત અને દુબઈ વચ્ચે સારા વેપારી સંબંધો અને ભાગીદારી દ્વારા વિકાસ સાધવા વિશે ચર્ચા કરાઈ હતી.

દુબઈ ચેમ્બર પાસે ગત વર્ષ રજિસ્ટર્ડ થયેલી નવી કંપનીઓમાં 29 ટકા કંપની ભારતીય હોઈ દુબઈ ચેમ્બરમાં ભારતીય સભ્યોની સંખ્યા 36,000 થી વધુ થઈ છે.