ગૌવંશ હત્યા માટેની કડક સજાના કાયદાનો અમલ કરનારું ગુજરાત દેશનું અવ્વલ રાજ્ય બનશે : રૂપાણ

અમારા પ્રતિનિધિ તરફથી

અમદાવાદ, તા.18: ગુજરાતના તત્કાલિન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ ગૌવંશ હત્યા પરના પ્રતિબંધનો જે નિર્ણય કર્યો હતો. તેને વર્તમાન સરકાર કડક કાયદા તરીકે અમલી બનાવીને ગૌવંશ હત્યા કરનારાઓને કડક સજાથી નસ્યિત કરશે. ગુજરાતમાં આ પ્રકારના કડક કાયદાનો અમલ કરનારું દેશનું પ્રથમ રાજ્ય બનશે, એમ મુખ્ય પ્રધાન વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું. 

અમદાવાદ  જિલ્લાના સાણંદ -કલોલ રોડ પર આવેલા ચેખલા-વાંસજડા ખાતે સમસ્ત મહાજન, ગૌસેવા આયોગ અને ગૌચર વિકાસ બોર્ડ, એન્કરવાલા અહિંસાધામ, શ્રી કચ્છ જિલ્લા પાંજરાપોળ ગૌશાળા સંગઠન, અખિલ ભારતીય સંસ્કૃતિ રક્ષક દળ, હિંસા વિરોધક સંઘ, ગુજરાત રાજ્ય ગૌશાળા પાંજરાપોળ સંઘ તેમ જ પુષ્પ મંગલ પરિવારના સંયુક્ત ઉપક્રમે રાજ્યભરની પાંજરાપોળ-ગૌશાળાના ટ્રસ્ટીઓના બેદિવસીય સંમેલનનો આજથી પ્રારંભ થયો છે. આ અવસરે ખાસ ઉપસ્થિત રહેલા રાજ્યના મુખ્ય પ્રધાન વિજયભાઇ રૂપાણીએ મૂંગા અબોલ પશુજીવોની રક્ષા-ચિંતા કરતા પાંજરાપોળ -ગૌશાળા ટ્રસ્ટોને રાજ્યના ગૌરવ સમાન ગણાવ્યા હતા. મુખ્ય પ્રધાને કહ્યું કે જીવ ત્યાં શિવ અને વ્યક્તિથી સમષ્ટિના આપણા સમાજજીવન સંસ્કારમાં સૌના સુખે સુખીનો શાશ્વત ભાવ જ આત્માના કલ્યાણનો માર્ગ છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer