મહારાજના તરખાટથી આફ્રિકાની જીત

મહારાજના તરખાટથી આફ્રિકાની જીત
બીજી ટેસ્ટમાં કિવીનો દાવ 171માં સમેટાયા બાદ આફ્રિકાએ બે વિકેટે લક્ષ્ય આંબ્યું : કેશવને છ વિ.

વેલિંગ્ટન, તા. 18 : કેશવ મહારાજ (40 રનમાં છ વિ.)ના શાનદાર પ્રદર્શનને પગલે વેલિંગ્ટનના બેસીન રિઝર્વપાર્ક  ખાતે રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં પ્રવાસી દક્ષિણ આફ્રિકાએ આજે યજમાન ન્યૂઝીલેન્ડ પર આઠ વિકેટે જીત મેળવી હતી અને ટેસ્ટ શ્રેણીમાં 1-0ની સરસાઇ મેળવી હતી. આફ્રિકાની ટીમ ન્યૂઝીલેન્ડના પ્રથમ દાવમાં 268 રનના જવાબમાં 359 રન કરીને આઉટ થઇ હતી. ત્યારબાદ ન્યૂઝીલેન્ડની ટીમ આજે મહારાજના તરખાટની સામે માત્ર 171 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. ન્યૂઝીલેન્ડ તરફથી બીજા દાવમાં રાવલે 80 રન કર્યા હતા. મહારાજે કારકિર્દીનો શ્રેષ્ઠ દેખાવ કરીને 40 રનમાં છ વિકેટ ઝડપી હતી. જીતવા માટેના 81 રન પ્રવાસી ટીમે બે વિકેટ ગુમાવીને બનાવી લીધા હતા. 

કેન વિલિયમ્સનને ટેસ્ટ ક્રિકેટમાં પાંચ હજાર રન પૂરા કરવા 63 રનની જરૂર હતી પરંતુ તે પ્રથમ માત્ર બે રન કરીને આઉટ થયો હતો. જ્યારે બીજા દાવમાં એક રન કરીને આઉટ થયો હતો. સાથેસાથે માર્ટીન ક્રોના 17 સદીના રેકોર્ડની બરોબરી કરવા વિલિયમ્સનને વધુ એક સદીની જરૂર છે. ત્રણ ટેસ્ટ મેચની શ્રેણીમાં હવે આફ્રિકા લીડ ધરાવે છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer