ગિરનારના લલાટે તિલક કરવા આજે યુવાધન સાહસિકતાનાં કરાવશે દર્શન

16 જિલ્લાના 1295 સ્પર્ધકોમાં થનગનાટ

જૂનાગઢ, તા. 7: ગિરિવર ગિરનારને સર કરવા માટે આવતીકાલે વહેલી સવારે ભવનાથ તળેટી ખાતેથી યુવાધન દોટ મૂકશે. આ દૃશ્ય ઠંડીમાં પણ ગરમીનો અહેસાસ કરાવનાર બની રહેશે. તેમાં રાજ્યના 16 જિલ્લાના 1295 સ્પર્ધકો જોડાશે.

ગિરનાર આરોહણ-અવરોહણની સાહસિક સ્પર્ધાનો `ફૂલછાબ' દ્વારા 1971માં પ્રારંભ કરાયો હતો અને નવ વર્ષ એકલા હાથે સફળ સંચાલન કર્યું હતું. સાડાચાર દસકા પહેલાં સ્પર્ધારૂપ રોપેલ બીજ આજે વટવૃક્ષ બની ગયું છે. હવે આ સ્પર્ધાનું સંચાલન સરકાર દ્વારા કરાય છે.

આવતીકાલ તા. 8ના રોજ 32મી રાજ્યકક્ષાની ગિરનાર આરોહણ- અવરોહણ સ્પર્ધા યોજાનાર છે. સવારે 6-30 કલાકે સ્પર્ધાની પ્રથમ ટૂકડીને જિલ્લાના પ્રભારી મંત્રી ચીમનભાઇ સાપરિયા ફલેગ ઓફથી પ્રારંભ કરાવશે. ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવો અલગ- અલગ ટુકડીઓને રવાના કરશે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer