બૅન્કમાં નકલી નોટ જમા કરાવી : કલ્યાણના યુવાનને સાત વર્ષની કેદ

અમારા પ્રતિનિધિ તરફથી

કલ્યાણ, તા. 7 : કલ્યાણ (પૂર્વ)માં અભિનવ સહકારી બૅન્કમાં વર્ષ 2008માં 500 રૂપિયાની કુલ 40,000 રૂપિયાની ચલણી નોટો જમા કરાવવાના પ્રયાસમાં પકડાયેલા કરણસિંહ લાલુસિંહ યાદવને સ્થાનિક અદાલતે સાત વર્ષ કેદની સજા ફટકારી છે.

તે બૅન્કમાં નકલી ચલણી નોટો જમા કરાવવા ગયો પછી તે અંગે વિઠ્ઠલવાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી હતી. બાદમાં તેના ઘરે દરોડો પાડવામાં આવતા કુલ 43,000 રૂપિયાની 500 રૂપિયાની નોટો પકડાઈ હતી. બાદમાં જે ચલણમાં નકલી નોટો ઘૂસાડવાના ષડયંત્ર બદલ અદાલતમાં ખટલો ચલાવવામાં આવ્યો હતો.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer