મુંબઈમાં 1200 સ્થળે મળશે મફત વાઇફાઇ : 125 કરોડના ખર્ચે તૈયાર થઈ છે યોજના

મુંબઈ, તા. 7: મુંબઈને ભારતનું પ્રથમ વાઇફાઇ શહેર બનાવવાની રાજ્ય સરકારની પ્રથમ તબક્કાની યોજના તૈયાર છે અને મુંબઈ મહાનગરપાલિકાની ચૂટણી પૂર્વે તે રજૂ કરાશે.

શહેરમાં 1200 સ્થળોએ એમટીએનએલના નેટવર્ક દ્વારા વાયરલેસ ઇન્ટરનેટ એક્સેસ પૂરી પાડવાની આ પ્રોજેક્ટની ધારણા છે. તે 2.5 એમપીબીએસની સમકક્ષ 20 એમપીબીએસ  (મૅગાબાઇટ્સ પ્રતિ સેકન્ડ) સુધીની સ્પીડ અૉફર કરશે.

પહેલા તબક્કામાં 500 સ્થળોએ વાઈફાઈ ઉપલબ્ધ થશે જેમાં ગેટવે અૉફ ઇન્ડિયા અને ગિરગાંવ ચોપાટી જેવા મુખ્ય વિસ્તારને આવરી લેવામાં આવ્યા છે.

આ યોજનામાં પ્રથમ વન જીબી ડેટા અથવા પ્રથમ 30 મિનિટનો વપરાશ-આ બેમાંથી જે પહેલું હોય તે વિનામૂલ્ય હશે. ત્યાર બાદ સ્પર્ધાત્મક ભાવે ચાર્જ ચૂકવવો પડશે. શરૂઆત પૂર્વેની ચકાસણી થઈ ગઈ છે. હવે માત્ર તેની શરૂઆતની તારીખ જ નક્કી કરવાની બાકી છે.

રાજ્યને દરેક એક્સેસ પૉઇન્ટનો ખર્ચ લગભગ 2.5 લાખ રૂપિયાનો હશે. તે મુજબ બધા જ એક્સેસ પૉઇન્ટનો મળીને કુલ રૂા. 125 કરોડનો ખર્ચ થશે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer