વિદેશી હૂંડિયામણની અનામત 6255 લાખ ડૉલર વધી
મુંબઈ, તા. 7 : દેશની હૂંડિયામણ અનામત 30 ડિસેમ્બર '16ના પૂરા થયેલા સપ્તાહ માટે 6255 લાખ ડૉલર વધીને 360.3 અબજ ડૉલર થઇ હતી. આમ તો ગયા વર્ષના સપ્ટેમ્બરના અંત ગાળામાં હૂંડિયામણની અનામત 371.99 અબજ ડૉલરના વિક્રમી સ્તરને સ્પર્શી હતી. વિદેશી ચલણની અસ્કયામત 6124 લાખ ડૉલર ઘટી હતી. તો દેશની સોનાની અનામત આગલા સપ્તાહની સપાટીએ લગભગ 19.982 અબજ ડૉલર જેવી સ્થિર રહી હતી.

ડૉલર સામે રૂપિયાએ સપ્તાહની શરૂઆત રૂા. 67.73ના ભાવે કરી હતી જે વધીને એક તબક્કે રૂા. 68.24ની ઊંચાઇને સ્પર્શ્યા પછી સપ્તાહના અંતે રૂા. 67.92 રહ્યો હતો.