એક કરોડની જ્વેલરી સાથે વસઇની મહિલાની મુંબઈ ઍરપોર્ટ પર ધરપકડ

એક કરોડની જ્વેલરી સાથે વસઇની મહિલાની મુંબઈ ઍરપોર્ટ પર ધરપકડ
અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 7 : છત્રપતિ શિવાજી ઇન્ટરનેશનલ ઍરપોર્ટ પર દુબઈથી આવેલી ફરીદા જૂજર હજૂરી નામની મહિલા પાસેથી એક કરોડ રૂપિયાના કિંમતના સોનાના દાગીના મળી આવતાં તેની ધરપકડ કરવામાં આવી છે.

શુક્રવારે રાત્રે આ મહિલા મુંબઈ ઉતરી તે પહેલાં ડિરેક્ટોરેટ અૉફ રેવન્યુ ઇન્ટેલિજન્સને માહિતી મળી હતી કે તે છ કિલો સોના સાથે આવી રહી છે. વસઈમાં રહેતી આ મહિલાનો સામાન તપાસવામાં આવ્યો ત્યારે બબલ રેપ કરેલા દાગીના મળી આવ્યા હતા.

તેની પાસેથી જ્વેલરીના ચાર બૉક્સ મળ્યા હતા. અધિકારીઓના કહેવા મુજબ આ મહિલા સોનાની દાણચોરી કરતી હતી. તેની વધુ તપાસ ચાલી રહી છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer