સાનિયા, બ્રિસ્બેન ડબલ્સ ખિતાબ જીતી, પણ ટોચનું સ્થાન ખોયું !
સાનિયા, બ્રિસ્બેન ડબલ્સ ખિતાબ જીતી, પણ ટોચનું સ્થાન ખોયું ! બ્રિસ્બેન, તા. 7 : ભારતની ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાએ અમેરિકાની બેથાની માટેક સૈંડ્સની સાથે બ્રિસ્બેન આંતરરાષ્ટ્રીય મહિલા ડબલ્સના રૂપમાં સત્રનું પહેલું ટાઇટલ જીતી લીધું હતું પરંતુ ટોચનું સ્થાન ખોઇ દીધું હતું.

ભારતની સાનિયા અને અમેરિકાની સૈંડ્સની ટોચ ક્રમાંકિત જોડીએ અહીં ફાઇનલ મુકાબલામાં રશિયાની દ્વિતીય ક્રમાંકિત એકાટેરિના મકારોવા અને એલેના વેસ્નીનાની જોડીને સળંગ સેટમાં 6-2, 6-3થી હરાવી હતી.

આ જીત છતાં ડબલ્યુટીએ રેન્કિંગમાં દુનિયાની અવ્વલ ડબલ્સ ખેલાડીના રૂપમાં સાનિયાનો 91 સપ્તાહ લાંબો ક્રમ તૂટી ગયો હતો. હવે બેથાની સૈંડ્સ ટોચના સ્થાને આવી ગઇ છે.