પાકિસ્તાનનો 3-0થી સફાયો કરતું અૉસ્ટ્રેલિયા

પાકિસ્તાનનો 3-0થી સફાયો કરતું અૉસ્ટ્રેલિયા
વોર્નર મૅન અૉફ ધ મૅચ અને સ્મિથ સિરીઝ

સિડની, તા. 7 : સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાયેલી ત્રીજી અને અંતિમ ક્રિકેટ ટેસ્ટ મેચના આજે પાંચમા અને અંતિમ દિવસે યજમાન ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાન પર 220 રને ભવ્ય જીત મેળવીને  પાકનો સફાયો કરી નાખ્યો હતો. પાકની આ સળંગ છઠ્ઠી હાર હતી.

મેન ઓફ ધ મેચ તરીકે ડેવિડ વોર્નરની અને સિરીઝ તરીકે ઓસ્ટ્રેલિયન કેપ્ટન સ્ટીવ સ્મિથની પસંદગી કરવામાં આવી હતી. જીતવા માટેના 465 રનના લક્ષ્યાંકનો પીછો કરતાં પાકિસ્તાનની ટીમ તેના બીજા દાવમાં માત્ર 244 રન બનાવીને ઓલઆઉટ થઇ ગઇ હતી.

સરફરાજે સૌથી વધારે 72 રન બનાવ્યા હતા. પ્રથમ ઇનિંગ્સમાં સદી ફટકારનાર યુનિસ ખાન સસ્તામાં આઉટ થયો હતો. ઓસ્ટ્રેલિયા તરફથી હેઝલવૂડે 29 રન આપીને ત્રણ વિકેટ અને કેફીએ 53માં ત્રણ વિકેટ ઝડપી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, મેલબોર્ન ખાતે રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાન પર એક ઇનિંગ્સ અને 18 રને જીત મેળવી લીધી હતી.

સ્કોર બોર્ડ

ઓસ્ટ્રેલિયા બીજો દાવ : બે વિકેટે ડિક) 241.

પાકિસ્તાન બીજો દાવ :  અઝહરઅલી-કો. એન્ડ બો.-11, સરજીલ-કો. વોર્નર બો. લિયોન-40, યાસીર શાહ-કો. સબ બો. કેફી-13, બાબર આઝમ-એલબી બો. હેઝલવૂડ-9, યુનિસ ખાન-કો. હેઝલવૂડ બો. લિયોન-13,  મિસબાહ-કો. લિયોન બો. કેફી-38, સાફીક-બો. સ્ટાર્ક-30, સરફરાજ -(અણનમ)-72, રિયાઝ-કો. વાડે બો. કેફી-12, આમિર-રનઆઉટ-5, ઇમરાન-કો. સબ બો. હેઝલવૂડ-0, વધારાના-1, કુલ (80.2 ઓવરમાં ઓલઆઉટ)-244.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer