ઘરઆંગણે અૉસિનો પાક પર સતત ચોથી વાર વ્હાઇટવોશ

સિડની, તા. 7 : સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાયેલી ત્રીજી અને અંતિમ ટેસ્ટ મેચમાં જીત મેળવીને પાકિસ્તાન પર ફરી એક વાર વ્હાઇટવોશ કરવામાં ઓસ્ટ્રેલિયાએ સફળતા મેળવી છે. આની સાથે જ ઓસ્ટ્રેલિયાએ વર્ષ 1999-2000 બાદથી ઘરઆંગણે પાકિસ્તાન પર સતત ચોથી વખત વ્હાઇટવોશ કરવામાં સફળતા મેળવી છે.

પાકિસ્તાનની સામે સતત 12 ટેસ્ટ મેચ ઓસ્ટ્રેલિયાએ જીતી લીધી છે. સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે પાકિસ્તાનની સતત છઠ્ઠી હાર થઇ છે. ઇતિહાસમાં પાકિસ્તાનનો દેખાવ વર્ષ 1999-2000માં નિરાશાજનક રહ્યો છે. આ ગાળા દરમિયાન ઓસ્ટ્રેલિયા સામે પાકિસ્તાનની ત્રણ વખત, શ્રીલંકા સામે બે વખત હાર થઇ છે. મિસબાહ ઉલ હકના નેતૃત્વમાં પાકિસ્તાનની જીત-હારનો રેશિયો ખૂબ જ કંગાળ રહ્યો છે. છ સતત ટેસ્ટ મેચમાં તેની હાર થઈ છે. પાકિસ્તાને 24 ટેસ્ટ મેચમાં જીત મેળવી છે અને 12માં હારનો સામનો કર્યો છે.

આ મેચમાં યુનિસખાને શાનદાર સદી ફટકારી હતી. હવે તે 10,000 રન પૂરા કરવાથી 36 રન પાછળ છે, પરંતુ આજે બીજી ઇનિંગ્સમાં 13 રન કરીને જ આઉટ થઇ ગયો હતો. આ શ્રેણીમાં પાંચ વિકેટની સિદ્ધિ કોઇપણ બોલરે મેળવી ન હતી. ત્રણ અથવા તો વધારે ટેસ્ટ મેચની આ એવી માત્ર બીજી શ્રેણી છે, જેમાં કોઇપણ બોલરે પાંચ અથવા તો તેનાથી વધુ વિકેટ ઝડપી નથી.

© 2017 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer